હીરાની પરીક્ષા રે, ઝવેરી હોય તે જાણે,
મૂરખ મનમાં મોહ્યા રે, અજાણ્યે ઊતરણી આણે... હીરાની૦
મગ મરી બરોબર મૂરખ જાણે, ગોળ-ખાંડ એક ઘાટ,
પુષ્પની વાસના પત્ર ન જાણે, એવો જગત-ભગતનો ઠાઠ,
સો વાર સમજાવું રે, પતિત તોયે નવ આણે... હીરાની૦
મૂરખહાથે હીરલો લાધ્યો, તે છાણ સાથે વેચાય,
કોઈક જાણ મળ્યો તેણે ઝડપી લીધો, તો તેની કિંમત થાય,
ગુણ ગાય જ વિરલા રે, પૂરણ તે તો પરમાણે... હીરાની૦
ભગત થયા પણ ભેદ ન જાણ્યો, કરે તરવારનો ઉપાય,
તન ભોગી મન કંચન કામની, એવે તરણે કેમ ઊતરાય?
ઘરધંધાની ઘાણી રે, તેમાં તેલિયા તાણે... હીરાની૦
જાગ જગન જપ તપ ને તીરથ, તેમાં સહુથી મોટો સતસંગ,
સૂકી ડાળે વેલ થઈ રસ પી લે, તોય અધૂરો રહ્યો બાળ ભોરિંગ,
'ધીરા' શોધ્ય હીરો રે, રાત દિવસ વહાણે... હીરાની૦
hirani pariksha re, jhaweri hoy te jane,
murakh manman mohya re, ajanye utarni aane hirani0
mag mari barobar murakh jane, gol khanD ek ghat,
pushpni wasana patr na jane, ewo jagat bhagatno thath,
so war samjawun re, patit toye naw aane hirani0
murakhhathe hirlo ladhyo, te chhan sathe wechay,
koik jaan malyo tene jhaDpi lidho, to teni kinmat thay,
gun gay ja wirla re, puran te to parmane hirani0
bhagat thaya pan bhed na janyo, kare tarwarno upay,
tan bhogi man kanchan kamni, ewe tarne kem utray?
ghardhandhani ghani re, teman teliya tane hirani0
jag jagan jap tap ne tirath, teman sahuthi moto satsang,
suki Dale wel thai ras pi le, toy adhuro rahyo baal bhoring,
dhira shodhya hiro re, raat diwas wahane hirani0

સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 174)
- પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1946
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ