તૂટ્યો મારો તંબુરાનો તાર,
ભજન અધુરૂં રે, રહ્યું ભગવાનનું— તૂટ્યોo
એક તૂટતાં બીજા રે તાર અસાર છે,
જીવાળીમાં નહિં હવે જીવજી;
પારા પડ્યા પોચારે, નખલીયું નામનું—તૂટ્યોo
તરડ પડી છે રે બાત્તલ તુંબડે,
લાગે નહિં ફૂટી જતાં વાર;
ખૂટીનું ખેંચાવું રે, કાંઈ ન કામનું— તૂટ્યોo
રંગ ચડેલો કાચો રે, કહો તે કેમ રહે?
ઘોડી ઘણી પોચી પડી જાય;
ખેલ બગડતાં પાસો રે, ભાન ન તાનનું —તૂટ્યોo
સ્વર મેળવીએ શેમાં રે, તાલ બેતાલ છે,
ઢોલકમાં પણ કાંઈ ન ઢંગ;
બંધ થયું છે બારૂં રે, હરિ રસ પાનનું— તૂટ્યોo
ખરચી હવે ખૂટી રે, બૂટી હવે બીજી નથી,
હર હવે ઝાલા તમે હાથ;
કહું છું કામ ન મારે રે, ધન જન ધામનું—તૂટ્યોo
કેશવ હરિની કરણી રે કોઈ ન જાણી શકે,
વાણી મન પાછાં વળી જાય;
બળ ચાલે નહીં એમાં રે, મહા બળવાનનું—તૂટ્યોo
tutyo maro tamburano tar,
bhajan adhurun re, rahyun bhagwannun— tutyo
ek tuttan bija re tar asar chhe,
jiwaliman nahin hwe jiwji;
para paDya pochare, nakhliyun namnun—tutyo
taraD paDi chhe re battal tumbDe,
lage nahin phuti jatan war;
khutinun khenchawun re, kani na kamnun— tutyo
rang chaDelo kacho re, kaho te kem rahe?
ghoDi ghani pochi paDi jay;
khel bagaDtan paso re, bhan na tananun —tutyo
swar melwiye sheman re, tal betal chhe,
Dholakman pan kani na Dhang;
bandh thayun chhe barun re, hari ras pannun— tutyo
kharchi hwe khuti re, buti hwe biji nathi,
har hwe jhala tame hath;
kahun chhun kaam na mare re, dhan jan dhamnun—tutyo
keshaw harini karni re koi na jani shake,
wani man pachhan wali jay;
bal chale nahin eman re, maha balwannun—tutyo

સ્રોત
- પુસ્તક : સંગીત મંજરી (પૃષ્ઠ ક્રમાંક 124)
- સંપાદક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
- પ્રકાશક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
- વર્ષ : 1920
- આવૃત્તિ : 2