satguruae satnaam sunaayo - Pad | RekhtaGujarati

સતગુરુએ સતનામ સુનાયો

satguruae satnaam sunaayo

મોરાર સાહેબ મોરાર સાહેબ
સતગુરુએ સતનામ સુનાયો
મોરાર સાહેબ

સતગુરુએ સતનામ સુનાયો, સુનત સુરત શબ્દ બોલાઈ.

નુરત નિશાન આઈ અણીઅગ્રે, તખ્ત ત્રિવેણી તાર મિલાઈ,

અનહદ નાદ નિરંતર બાજે, છાજે તખ્ત રરંકાર રાઈ... સતગુરુ૦

પાંચ સખી મિલી શામ વધાવે, ગાવે મંગલ મોદ વધાઈ,

જણણ ઝાલરી તનન તાલરી, ઘનનન ઘંટ ગગન ગરજાઈ... સતગુરુ૦

ભેરી નફેરી સારંગી સરોદા, મોરલી મધુરી શંખ શરનાઈ,

અજબ ખેલ અનહદ અનુપમ, રમતા આદમ રામ રમાઈ... સતગુરુ૦

ઝગમગ જ્યેાતિ ઉદ્યોત ઉજિયારા, અમૃતધારા અનંત વરસાઈ,

રજ્જ ‘મોરાર’ રવિ કા ચરનાં, રવિ કિરન રવિમાંહી સમાઈ... સતગુરુ૦

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 126)
  • સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : છઠ્ઠી આવૃત્તિ