પવનકા પરકાશ ભયા હે
pavankaa parkaash bhayaa hai
સાંઈ વલી
Sai Vali

પવનકા પરકાશ ભયા હે,
સોહં ચલાઈ લે અગમુરા,
અખંડ ધામમેં વસે ગુરુ મારા,
વરસે નૂર નિરંજનકા.
જલ બિચ કમલ, કમલ બિચ કલિયાં, નૂરીજનકી હે મૂરતિ,
તેરા બદનકી કિયા કરું તારીફ ? જલહલ જ્યોતિ જલતી હે. - પવન૦
એહિ જ્યોતિમેં બ્રહ્મા-વિષ્ણુ, એહિ જ્યોતિમેં શિવ-શક્તિ,
અનેક મુનિવર ધ્યાન ધરત હે અનહદ ચરચા હોતી હે. - પવન૦
દશમે દુવારે ચોકી બેઠી, નિરંજન ઝંડા કિયા,
સત્ય નામકી ચલે હવાયું, તરવેણી મુકામ કિયા. - પવન૦
ગંગા જમુના દોનું ભેળી, બિચમેં ભાગ હે સુખમણકા,
ત્રિકૂટિમાં પરવાહ દેખા, ઘણા મેળા હે દેવનકા. - પવન૦
એહિ દેવનકા દરશન કરકે, ભોજન પાયા મેંને અમરતકા,
ગુરુ કૃપાસેં તુપતી હો ગઈ, ભૂખા હતા કોઈ જનમુંકા. - પવન૦
મછલીગર હે મુરશદ મેરા, તુકનગર સાહેબ મેરા,
સાંઈ વલી પર મહેર કીજે, ભજન કરું નિસદિન તેરા. -
પવનકા પરકાશ ભયા હે.



સ્રોત
- પુસ્તક : સત કેરી વાણી (પૃષ્ઠ ક્રમાંક 181)
- સંપાદક : મકરંદ દવે
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ
- વર્ષ : 1991