
આઠ પો’૨ ને રેન દિવસ તમે રટણા રટજો ઘડી ઘડી,
મનવા! જપી લે હરિ! હરિ!
સાચું નામ સાહેબજીનું સમરું ને
ઉન કિરતારે મારી કાયા ઘડી,
ગવરીના નંદ ગણેશને સમરું તો
રિદ્ધિ-સિદ્ધિની વાલે કોઠી ભરી -
રે મનવા! જપી લે હરિ! હરિ!
પાંચ તતવરા બન્યા પિસારા ને
સુન-ગઢ સુરતા જાય ચડી,
નરતી મેં સૂરતી, સૂરતીનેં ૨મ લે તો
પૂરણ પાયા તેની ખબર પડી
રે મનવા! જપી લે હરિ! હરિ!
જલ બિચ કમલ, કમલ બિચ કલિયાં,
તા બિચ હોજ ભરી,
ઉલટાં નીર સખિર ૫૨ ચડિયાં,
અમ૨ લોકમાં લાગી ઝડી -
રે મનવા! જપી લે હરિ! હરિ!
ઇંગલા રે પિંગલા સેવા સાધની
સુખમણા નાડી તોરી સેજે ખડી,
ત્રિકુટી-મ્હેલ મેં હુઆ ઉજવાલા,
જલમલ જલમલ જ્યોત જલી -
રે મનવા! જપી લે હિર! હિર!
રામગુરુ સ્વામી અમને પૂરણ મળિયા,
અમને બતાવી અમર જડી,
સદ્ગુરુ ચ૨ણુંમાં બોલ્યા 'દેવારામ',
ખોલ દિયો સાધુ! તેરી કરમ-કડી.
રે મનવા! જપી લે હરિ! હરિ!
aath po’2 ne ren diwas tame ratna ratjo ghaDi ghaDi,
manwa! japi le hari! hari!
sachun nam sahebjinun samarun ne
un kirtare mari kaya ghaDi,
gawrina nand ganeshne samarun to
riddhi siddhini wale kothi bhari
re manwa! japi le hari! hari!
panch tatawra banya pisara ne
sun gaDh surta jay chaDi,
narti mein surati, surtinen 2ma le to
puran paya teni khabar paDi
re manwa! japi le hari! hari!
jal bich kamal, kamal bich kaliyan,
ta bich hoj bhari,
ultan neer sakhir 52 chaDiyan,
am2 lokman lagi jhaDi
re manwa! japi le hari! hari!
ingla re pingla sewa sadhni
sukhamna naDi tori seje khaDi,
trikuti mhel mein hua ujwala,
jalmal jalmal jyot jali
re manwa! japi le hir! hir!
ramaguru swami amne puran maliya,
amne batawi amar jaDi,
sadguru cha2nunman bolya dewaram,
khol diyo sadhu! teri karam kaDi
re manwa! japi le hari! hari!
aath po’2 ne ren diwas tame ratna ratjo ghaDi ghaDi,
manwa! japi le hari! hari!
sachun nam sahebjinun samarun ne
un kirtare mari kaya ghaDi,
gawrina nand ganeshne samarun to
riddhi siddhini wale kothi bhari
re manwa! japi le hari! hari!
panch tatawra banya pisara ne
sun gaDh surta jay chaDi,
narti mein surati, surtinen 2ma le to
puran paya teni khabar paDi
re manwa! japi le hari! hari!
jal bich kamal, kamal bich kaliyan,
ta bich hoj bhari,
ultan neer sakhir 52 chaDiyan,
am2 lokman lagi jhaDi
re manwa! japi le hari! hari!
ingla re pingla sewa sadhni
sukhamna naDi tori seje khaDi,
trikuti mhel mein hua ujwala,
jalmal jalmal jyot jali
re manwa! japi le hir! hir!
ramaguru swami amne puran maliya,
amne batawi amar jaDi,
sadguru cha2nunman bolya dewaram,
khol diyo sadhu! teri karam kaDi
re manwa! japi le hari! hari!



સ્રોત
- પુસ્તક : સોરઠી સંતવાણી (પૃષ્ઠ ક્રમાંક 4)
- સંપાદક : ઝવેરચંદ મેઘાણી
- પ્રકાશક : ગૂર્જર સાહિત્ય ભવન
- વર્ષ : 2017
- આવૃત્તિ : પુનર્મુદ્રણ