man tun gamar tha man - Pad | RekhtaGujarati

મન તું ગમાર થા માં

man tun gamar tha man

કેશવરામ હરિરામ ભટ્ટ કેશવરામ હરિરામ ભટ્ટ
મન તું ગમાર થા માં
કેશવરામ હરિરામ ભટ્ટ

મન તું ગમાર થા માં, દોષ માં દબાઈ જા માં— મન૦

રાચ્યું કેમ રાગ રંગે, સુખ ભોગને પ્રસંગે;

સુત મિત્ર ને સગામાં, મન તું ગમાર થા માં— દોષo

ભવ જલ જાણ ભારે, તે થકી કોઈ તારે;

તોરમાં હવે તણા માં, મન તું ગમાર થા માં— દોષo

ક્રોધ કામ લોભ ચોર, ચોરે તારૂં ચારે કોર,

મોહ મત્સરે મરા માં, મન તું ગમાર થા માં— દોષo

વિવિધ ઉપાધિઓમાં, સુખી હોય કોક સોમાં;

દીનતા ભરી દશામાં, મન તું ગમાર થા માં— દોષo

સુખ દુઃખ જોઈ જોઈ, દિન રાત રોઈ રોઈ;

ધન-જનકાજ ધા માં, મન તું ગમાર થા માં— દોષo

તનમલ બુદ્ધિશાળી, વિનય વિવેકવાળી;

સમજણ જાય વામાં, મન તું ગમાર થા માં— દોષo

કેશવ કૃપાળુ હરિ, શેાધિ લે વિચાર કરી;

માણ તું પછી મજામાં, મન તું ગમાર થા માં— દોષo

સ્રોત

  • પુસ્તક : સંગીત મંજરી (પૃષ્ઠ ક્રમાંક 103)
  • સંપાદક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
  • પ્રકાશક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
  • વર્ષ : 1920
  • આવૃત્તિ : 2