રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોલાવો લાવો કાગળિયો ને દોત, લખીએ હરિને રે;
એવો શો છે અમારો દોષ? ના’વ્યા ફરીને રે? ૧
વ્હાલે દૂધ ને સાકરડી પાઈ, ઉછેર્યા અમને રે;
હવે વીખડાં ઘોળી હરિ! પાવ, ઘટે નહિ તમને રે. ૨
હરિએ હીરને હીંચોળે રાજ, હીંચોળ્યાં અમને રે;
હવે તરછોડો કાં, મહારાજ? ઘટે નહિ તમને રે. ૩
હરિએ પ્રેમનો પછેડો આજ ઓઢાડ્યો અમને રે;
હવે ખેંચી લિયો, મહારાજ! ઘટે નહિ તમને રે. ૪
ઊંડા કૂવામાં આજ ઉતાર્યાં હરિએ અમને રે;
હવે વરત વાઢો મા, મહારાજ! ઘટે નહિ તમને રે. ૫
ગુણ ગાય છે રવિ ગુરુ ભાણ, ત્રીકમ! બેડી તારો રે,
એવી પકડો મોરાર કેરી બાંય, ભવસાગર ઉતારો રે. ૬
lawo lawo ne dot,lakhiyen harine re,
ewe shiyo re amarlo dosh, na aawya pharine re?
jadaw ubha rayone jamnane teer, palawDe bandhana re,
wa’le doodh ne sakarDi pai unjherel amne re,
ewan wakhDan dholi dholi paw,ghate nain tamne re lawo0
wa’le premno pachheDo oDhaDi ramaDel amne re,
ewa oDhaDi khencho ma ma’raj! ghate nain tamne re lawo0

સ્રોત
- પુસ્તક : આરાધના : મધ્યકાલીન ભક્તિગીતો (પૃષ્ઠ ક્રમાંક 90)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપુરા
- પ્રકાશક : સાહિત્ય સંશોધન પ્રકાશન
- વર્ષ : 2002