jii re laakhaa, jiiv-dashaane duur karone jii - Pad | RekhtaGujarati

જી રે લાખા, જીવ-દશાને દૂર કરોને જી

jii re laakhaa, jiiv-dashaane duur karone jii

લોયણ લોયણ
જી રે લાખા, જીવ-દશાને દૂર કરોને જી
લોયણ

જી રે લાખા, જીવ-દશાને દૂર કરોને જી.

તો અનુભવનું સુખ થાશે હાં,

જી રે લાખા, દેહની ઉપાધિમાં જ્યાં લગી રહેશો જી,

તો અવિદ્યા કેમ કરી જાશે હાં...

જી રે લાખા, શત્રુ મિત્ર નહીં પક્ષાપક્ષ જી

એવી જાણીએ યોગીની યુક્તિ હાં,

જી રે લાખા, સુરતા નિરંતર રહે તખ્ત પર જી

તો જીવતાં થાશે મુક્તિ હાં...

જી રે લાખા, ધ્યાન ધરવાથી આળસ નવ કરશો જી

તમે સદ્‌ગુરુ વચને ચાલો હાં,

જી રે લાખા, નુરત–સુરતમાં ખેલ ખેલોને જી

તો નિરગુણ પદમાં મ્હાલો હાં...

જી રે લાખા, યોગના પદની રમત છે જુદી જી

તમે સદ્‌ગુરુ સારે જાણો હાં,

જી રે લાખા શેલર્ષીની ચેલી 'સતી લોયણ' બોલ્યાં જી

તમે સમજીને મહાસુખ માણો હાં...

સ્રોત

  • પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 87)
  • સંપાદક : ફારૂક શાહ
  • પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
  • વર્ષ : 2009