હરિનો મારગ છે શુરાનો, નહિ કાયરનું કામ જોને;
પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.
સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને.
મરણ આગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભો જુએ તમાસો, તે કોડી નવ પામે જોને.
પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.
માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જો ને.
રામઅમલમાં રાતામાતા, પૂરા પ્રેમીજન જોને;
પ્રીતમનાં સ્વામીની લીલા, નીરખે રજનીદિન જોને.
harino marag chhe shurano, nahi kayaranun kaam jone;
pratham pahelun mastak muki, walti lewun nam jone
sut witt dara sheesh samarpe, te pame ras piwa jone;
sindhu madhye moti lewa, manhi paDya marjiwa jone
maran aagme te bhare muthi, dilni dugdha wame jone;
tere ubho jue tamaso, te koDi naw pame jone
prempanth pawakni jwala, bhali pachha bhage jone;
manhi paDya te mahasukh mane, dekhanhara dajhe jone
matha sate monghi wastu, sampaDwi nahi sahel jone;
mahapad pamya te marjiwa, muki manno mel jo ne
ramamalman ratamata, pura premijan jone;
pritamnan swamini lila, nirkhe rajnidin jone

સ્રોત
- પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યસમૃધ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 36)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
- વર્ષ : 2004