Girdhari Re - Pad | RekhtaGujarati

ગિરધારી રે

Girdhari Re

મુક્તાનંદ મુક્તાનંદ
ગિરધારી રે
મુક્તાનંદ

ગિરધારી રે, સખી ગિરધારી.

મારે નિરભે અખૂટ નાણું. ગિરધારી રે. ટેક.

ખરચ્યું ખૂટે એને ચોર લૂંટે;

દામની પેઠે ગાંઠે બાંધ્યું છુટે. ગિરધારી રે...

અણગણ નાણું સંચે અંતે, નિરધનીઆ જાય;

તેની પેઠે નિરભે નાણું, દૂર થાય. ગિરધારી રે...

સંપત વિપત સર્વે સ્વપ્નું જાણું;

હરિના ચરણની સેવા, પૂરણ ભાગ્ય પરમાણું. ગિરધારી રે...

મુક્તાનંદ કે મોહનવરને ઉરમાં ધારી;

હવે દુઃખ ને દારિદ્ર થકી, થઈ હું ન્યારી. ગિરધારી રે...

સ્રોત

  • પુસ્તક : મધ્યયુગીન ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 284)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, બળવંત જાની, ચિનુ મોદી
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી, ન્યૂ દિલ્હી
  • વર્ષ : 1998