અમર અભેપદ પાઈ મન તું
amar abhed paaiii man tun
રામપુરી
Rampuri

અમર અભેપદ પાઈ મન તું, રામ ભજન કર ભાઈ.
સપના સ્વારથમાં વળગી રિયો, મરણ ઘાત તેરે આઈ,
રામ ભજન તો કબુ ન કીનો, ઊલટ ચોરાસી જાઈ... મન તું૦
ભજન બંદગી કબુ ન કરતો, બુદ્ધિ બગા કેરી આઈ,
સતગુરુ કી સાને સમજ્યો નહીં, કિસ વિધ પાર લગાઈ... મન તું૦
રામ નામ કી કર નિસરણી, સુખમન કે ઘર માંઈ,
સોહં શબ્દ હિરદા મેં લિખ લે, ભ્રમ કી ભીંત ઉઠાઈ... મન તું૦
'રામપુરી' ગુણ ગાવે ગુરુ કા, સત કા શબ્દ બતાઈ,
સાસ ઉસાસે કર લે સમરણ, માધવ શરણાં પાઈ... મન તું૦



સ્રોત
- પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 256)
- સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
- વર્ષ : 1994
- આવૃત્તિ : છઠ્ઠી આવૃત્તિ