રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોહરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;
જેની સુરતા શામળિયા સાથ, વદે વેદ વાણી રે.
વહાલે ઉગાર્યો પ્રહ્લાદ, હરણાકંસ માર્યો રે;
વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે. હરિને૦
વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;
ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે. હરિને૦
વહાલે મીરાં તે બાઈનાં વિખ હળાહળ પીધાં રે;
પંચાળીનાં પૂર્યાં ચીર, પાંડવકામ કીધાં રે. હરિને૦
વહાલે આગે સંતોનાં કામ, પૂરણ કરિયાં રે;
ગુણ ગાય ગેમલ કરજોડ, હેતે દુઃખ હરિયાં રે. હરિને૦
harine bhajtan haji koini laj jatan nathi jani re;
jeni surta shamaliya sath, wade wed wani re
wahale ugaryo prahlad, harnakans maryo re;
wibhishanne apyun raj, rawan sanharyo re harine0
wahale narsinh mahetane haar, hathohath aapyo re;
dhruwne apyun awichal raj, potano kari thapyo re harine0
wahale miran te bainan wikh halahal pidhan re;
panchalinan purya cheer, panDawkam kidhan re harine0
wahale aage santonan kaam, puran kariyan re;
gun gay gemal karjoD, hete dukha hariyan re harine0

સ્રોત
- પુસ્તક : કાવ્યસંચય-૧ (પૃષ્ઠ ક્રમાંક 183)
- સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1981