Harinam Bina Nar Aisa Hay - Pad | RekhtaGujarati

હરિનામ બિના નર ઐસા હય

Harinam Bina Nar Aisa Hay

મીરાંબાઈ મીરાંબાઈ
હરિનામ બિના નર ઐસા હય
મીરાંબાઈ

હરિનામ બિના નર ઐસા હય,

દીપક વિના મંદિર જૈસા હય. હરિ.

જેસે શશી બિના રજની સોહી હય;

જેસે બિના લૂનકી રસોઈ હય;

જેસે ગુરુ બિનાકા ચેલા હય. હરિ...

જેસે પુરુષ બિનાકી માતારી હય,

જેસે પુત્ર બિનાકી નારી હય,

ગુનકા ઘર પુત્ર જેસા હય. હરિ...

ઠૂંઠર બિના વૃક્ષ બનાયા હય,

જેસે સૂમ સંચરી માયા હય;

જલ બિન સરોવર જેસા હય. હરિ...

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011