રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોહરિજન વિરલા જાણે વચન કોઈ સંત જ વિરલા જાણે હે જી.
મૂરખ નારને હીરલો લાધ્યો, ઓળખ્યો નહિ અણસારે હે જી,
પરખ વિનાનો પડ્યો પાદરમાં, પથરાને પરમાણે !... વચન૦
ક્ષુધિયા નારે ક્ષુધા ન ભાંગી, ભોજન ભર્યાં છે ભાણે હે જી,
ઊગ્યા છતાં પણ રહ્યું અંધારું, પોં’ચી ના શક્યો ટાણે !... વચન૦
કહ્યો શબ્દ કાને નવ લાગ્યો, ઠર્યો નહિ ઠેકાણે હે જી,
ભૂલવણીમાં ફરે ભટકતો, કર્યાં કરમ પરમાણે !... વચન૦
પરનારી શું પ્રીત કરીને, વિષયરસને માણે હે જી,
ફરી ફરીને મરે-અવતરે, પડે ચોરાશી ખાણે !... વચન૦
સીધો માર્ગ સદ્ગુરુ બતલાવે, નુરતે-સુરતે માણે હે જી,
દાસ ‘જીવણ’ સંતો ભીમ કેરે ચરણે, તેની ખબર ખરે ટાણે !... વચન૦
harijan wirla jane wachan koi sant ja wirla jane he ji
murakh narne hirlo ladhyo, olakhyo nahi ansare he ji,
parakh winano paDyo padarman, pathrane parmane ! wachan0
kshudhiya nare kshudha na bhangi, bhojan bharyan chhe bhane he ji,
ugya chhatan pan rahyun andharun, pon’chi na shakyo tane ! wachan0
kahyo shabd kane naw lagyo, tharyo nahi thekane he ji,
bhulawniman phare bhatakto, karyan karam parmane ! wachan0
parnari shun preet karine, wishayarasne mane he ji,
phari pharine mare awatre, paDe chorashi khane ! wachan0
sidho marg sadguru batlawe, nurte surte mane he ji,
das ‘jiwan’ santo bheem kere charne, teni khabar khare tane ! wachan0

સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 134)
- પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ
- વર્ષ : 1946
- આવૃત્તિ : 3