hans vahini hans par - Pad | RekhtaGujarati

હંસવાહિની હંસ પર

hans vahini hans par

બિહારીદાસ બિહારીદાસ
હંસવાહિની હંસ પર
બિહારીદાસ

હંસવાહિની હંસ પર, ધરે નિરંજન ધ્યાન,

વીણા પુસ્તક ધારિણી, કરે હરિ ગુણગાન;

કરે હરિ ગુણગાન, ગ્રંથ નાના નિત ગાવે,

વિવિધ ભાંતિ વિસ્તાર, ગાન કર તાન મિલાવે;

કહ ‘વિહારી’ કર જોર, અખંડાનંદ દાયિની,

ધરે નિરંજન ધ્યાન, હંસ પર હંસવાહિની.

સ્રોત

  • પુસ્તક : કચ્છના સંતો (પૃષ્ઠ ક્રમાંક 96)