હૈ કોઈ જાગંદા
hai koii jaagandaa
રવિસાહેબ
Ravisaheb
રવિસાહેબ
Ravisaheb
હૈ કોઈ જાગંદા, હાં રે લાલ કોઈ ચેતંદા?
આ સુપને કી વિધિને સમાવે રે લાલ!... હૈ કોઈ૦
એક દિન જાગે ક્યા ભયા? સમજ ગેંદ મદમાતી,
જૈસા ચંદા બીજ કા પ્રગટ્યા, ફેર અંધારી રાતી... હૈ કોઈ૦
ગાવે બજાવે કરે કિલોલા, કાળજે નવ પડ્યા છેદા,
જૈસા પથરા પાણી માંહીલા, ભીતર કભી નહીં ભેગ્યા... હૈ કોઈ૦
મારગ બંકા કરી લે ડંકા, નહીં કાયર કા કામા,
સત્ય શબ્દ સદ્ગુરુ કા ગ્રહી લે, દેખ તપાસી નામા... હૈ કોઈ૦
કહે ‘રવિદાસ’ ગુરુ ભાણ પ્રતાપે, સમજ સમજ મન મેરા,
અબકો ચૂક્યો ચોરાશી જાયગો, બહોત ફરેગા ફેરા... હૈ કોઈ૦
સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 296)
- પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ
- વર્ષ : 1946
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ
