Ha Re Hari Vase Harijan ma - Pad | RekhtaGujarati

હાં રે હરિ વસે હરિજનમાં

Ha Re Hari Vase Harijan ma

મીરાંબાઈ મીરાંબાઈ
હાં રે હરિ વસે હરિજનમાં
મીરાંબાઈ

હાં રે હરિ વસે હરિજનમાં,

તમે શું કરશો રે જઈ વનમાં રે. હાં રે...

ભેખ ધરીને તમે શીદ ભટકો છો?

પ્રભુજી નથી વનરાવનમાં રે. હાં રે...

કાશી જાઓ ને તમે ગંગાજી નાહો,

પ્રભુજી નથી પવનમાં રે. હાં. રે...

જોગ કરો ને ભલે જગન કરાવો,

પ્રભુજી નથી હોમહવનમાં રે. હાં રે...

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર,

હાં રે હરિ વસે હરિજનમાં. હાં રે...

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011