ગુરુજી પધાર્યા જોત્યું જાગિયું
gurujii padhaaryaa jotyun jaagiyuun
લાધારામ
Ladharam

ગુરુજી પધાર્યા જોત્યું જાગિયું, મેાટા સુનિવર મળિયા રે,
અડસઠ તીરથ ઘરને આંગણે, પ્રવાહ ગંગાજીના વાળિયા રે.
નાયા તે નર નિરભે થયા, કૂડિયા કિનારે બેસી રહ્યા હોજી.
મનના માન્યા મુનિવર જો મળે, આપું સરવસ સોંપી રે,
હીરલો આલ્યો ગુરુજીએ હાથમાં, રાખું તનના તાસીરે,
એ વસાણું વેારત, ગુરુજીએ ભાળિયા હોજી,
લઈને ન આપે તે દીવાળિયા હોજી.
સંત સરોવર સેવતાં રૂડું રતન લાધ્યું રે,
રતન જતન કરી રાખીએ, આદ્ય બોલે બાંધ્યું રે,
અજાણ્યાને નવ દીજીએ, સંતેા સમજીને લીજીએ હોજી.
ઊંચા જોયા નર ઊજળા, રહણી કરણીના હીણા રે,
પારકે મંદિર જઈ પાખંડ કરે, ઘેર આવ્યા શામળિયા રે,
એકલને બીજો નહીં ગમે, તે નર ભક્તિથી ભૂલ્યા ભમે હોજી.
આપ ઓડીને અજરા જે, જરે રાખે મનને વારી રે,
પીતાંબર ચરણે લીધો, ભણે સંત જુવાને વિચારી રે,
અમીરસ એણી પેર પીજીએ, તન મન ગુરુજીને દીજીએ હોજી.



સ્રોત
- પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 243)
- પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર
- વર્ષ : 1925
- આવૃત્તિ : બીજી આવૃત્તિ