ગુરુજી આજ મારે આંગણે રે
gurujii aaj maare aangane re
લીરબાઈ
Lirbai

ગુરુજી આજ મારે આંગણે રે, એવા મોટા મુનિવર
મળ્યા રે હાં... ગુરુજી૦
બીજ થાહાર રેન રૂડી, જામૈયો જુગતે રચી
આજના દિવસ બાઈ મારે, આનંદની હેલી... ગુરુજી૦
પાટ માંડી કળશ થાપ્યો, જામૈયો જુગતે રચી,
કોળીને પાહોળે આપણી ગતમાં વરતાણી... ગુરુજી૦
મોતીડાના ચાક પૂરી, બેઠા છે હીરના નૂરી,
કરી લે કમાયું, વેળા તારી જાય છે વહી... ગુરુજી૦
સંત કારણ લડહડી આવીને દુવાર ખડી,
ઓલ્યાં 'લીલળબાઈ', ગતઆણી પેરવળી... ગુરુજી૦



સ્રોત
- પુસ્તક : સંતસુધા-૧ (પૃષ્ઠ ક્રમાંક 7)
- સંપાદક : જોરાવરસિંહ જાદવ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
- વર્ષ : 1989