સદ્ગુરુની સાન પકડ લોને ભાઈ, સંતો કરી લ્યોને સાચી કમાઈ.
પૂરવનાં પુણ્ય હશે જે જનનાં, તે માનશે વાત અમારી,
ભરમેલા મનના હશે જે ભમતાં, તેને સમજ ન આઈ... સંતો૦
નાભિ કમળથી હે સુરતાને સાધો, ત્રિકુટી આસન જમાઈ,
ગંગા ને જમુના સરસ્વતી વહે છે, સબ તીરથ છે ત્યાંહી... સંતો૦
ઉનમુન હોકર ધ્યાન લગાવો, આપુપણું વિસરાઈ,
નુરત-સુરત કું એક ઘર લાવો, નિર્ગુણ રાહ ચલાઈ... સંતો૦
'દીન' ભગતની વાણી છે સાચી, જીવનમુક્ત હો જાઈ,
જે નર સમજ્યા તે પાર ઊતરિયા, સત્ય માનો મેરા ભાઈ... સંતો૦
sadguruni san pakaD lone bhai, santo kari lyone sachi kamai
purawnan punya hashe je jannan, te manshe wat amari,
bharmela manna hashe je bhamtan, tene samaj na aai santo0
nabhi kamalthi he surtane sadho, trikuti aasan jamai,
ganga ne jamuna saraswati wahe chhe, sab tirath chhe tyanhi santo0
unmun hokar dhyan lagawo, apupanun wisrai,
nurat surat kun ek ghar lawo, nirgun rah chalai santo0
deen bhagatni wani chhe sachi, jiwanmukt ho jai,
je nar samajya te par utariya, satya mano mera bhai santo0

સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 155)
- પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ
- વર્ષ : 1946
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ