રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોગોવિંદો પ્રાણ અમારો રે, મુને જગ લાગ્યો ખારો રે.
મને મારે રામજી ભાવે રે, બીજો મારી નજરે ના'વે રે. ગો૦
મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનનો વાસ;
કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ. ગો૦
રાણોજી કાગળ મોકલે રે, દેજો મીરાંને હાથ;
સાધુની સંગત છોડી દો, તમે વસો અમારે સાથ. ગો૦
મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ;
રાજપાટ તમે છોડો, રાણાજી! વસો રે સાધુને સાથ. ગો૦
વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ;
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રી વિશ્વનો નાથ. ગો૦
સાંઢવાળા! સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોસ;
રાણાજીના દેશમાં મારે જળ રે પીધાનો દોષ. ગો૦
ડાબો મેલ્યો મેવાડ રે, મીરાં ગઈ પશ્ચિમમાંહ્ય;
સરવ છોડી મીરાં નીસર્યાં, જેનું માયામાં મનડું ન કાંય. ગો૦
સાસુ અમારી સુષુમણા રે, સસરો પ્રેમસંતોષ,
જેઠ જગજીવન જગતમાં રે, મારો નાવલિયો નિર્દોષ. ગો૦
ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂએ રે, રંગ બેરંગી હોય;
ઓઢું હું કાળો કામળો, દૂજો ડાઘ ન લાગે કોય. ગો૦
મીરાં હરિની લાડલી રે, રહેતી સંત હજૂર;
સાધુ સંગાથે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દૂર. ગો૦
gowindo pran amaro re, mune jag lagyo kharo re
mane mare ramji bhawe re, bijo mari najre nawe re go0
mirambaina mahelman re, harisantanno was;
kaptithi hari door wase, mara santan keri pas go0
ranoji kagal mokle re, dejo miranne hath;
sadhuni sangat chhoDi do, tame waso amare sath go0
mirambai kagal mokle re, dejo ranajine hath;
rajapat tame chhoDo, ranaji! waso re sadhune sath go0
wishno pyalo rane mokalyo re, dejo miranne hath;
amrit jani miran pi gayan, jene sahay shri wishwno nath go0
sanDhwala! sanDh shangarje re, jawun so so re kos;
ranajina deshman mare jal re pidhano dosh go0
Dabo melyo mewaD re, miran gai pashchimmanhya;
saraw chhoDi miran nisaryan, jenun mayaman manaDun na kanya go0
sasu amari sushumna re, sasro premsantosh,
jeth jagjiwan jagatman re, maro nawaliyo nirdosh go0
chundDi oDhun tyare rang chue re, rang berangi hoy;
oDhun hun kalo kamlo, dujo Dagh na lage koy go0
miran harini laDli re, raheti sant hajur;
sadhu sangathe sneh ghano, pela kaptithi dil door go0

સ્રોત
- પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 288)
- સંપાદક : શીવલાલ જેસલપુરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1997