nandjinun anganun param raliyamanun - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નંદજીનું આંગણું પરમ રળિયામણું

nandjinun anganun param raliyamanun

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
નંદજીનું આંગણું પરમ રળિયામણું
નરસિંહ મહેતા

(રાગ પ્રભાતી)

નંદજીનું આંગણું પરમ રળિયામણું, સદા રે સોહામણું કૃષ્ણે કીધું;

જાણે વૈકુંઠ-કૈલાસ-બ્રહાસદનથી, ઈંદ્રના ભવનથી અધિક કીધું.

નંદજીનું

સકળ તીરથ જિહાં વાસ વસે વીઠલો, ઇંદ્ર-અજ-ઈશ ને દેવ સઘળા;

ભક્ત વિના ભૂધરો વશ નહીં કોઈને, એક તે એકથી અધિક સબળા.

નંદજીનું

માત ઊભાં હસે, નાથ સંમુખ ધસે, દાસ વસે તિહાં પ્રેમ-પ્રીતે;

ભણે નરસૈયો : ગોકુળ પ્રગટિયા, બાળલીલા રમે એણી રીતે.

નંદજીનું 3

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997