jagne jadwa! - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જાગને જાદવા!

jagne jadwa!

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
જાગને જાદવા!
નરસિંહ મહેતા

જાગને જાદવા! કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે?

ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે? જા૦

દહીંતણાં દહીંથરાં, ઘીતણાં ઘેબરાં કઢિયલ દૂધ તે કોણ પીશે?

હરિ મારો હાથિયો, કાળીનાગ નાથિયો, ભૂમિનો ભાર તે કોણ લેશે? જા૦

જમુનાને તીરે ગોધણ ચરવતાં, મધુરી શી મોરલી કોણ વહાશે?

ભણે નરસૈંયોઃ તુજ ગુણ ગાઈ રીસીએ, બૂડતાં બાંહડી કોણ સાહશે? જા૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997