રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆ તન રંગ પતંગ સરીખો
આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગે જી;
અસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી, તારી નજરૂં આગે જી.
અંગે તેલ ફૂલેલ લગાવે,માથે છોગાં ઘાલે જી;
જોબન-ધનનું જોર જણાવે, છાતી કાઢી ચાલે જી.
જેમ ઉંદરડે દારૂ પીધો, મસ્તાનો થઈ ડોલે જી;
મગરૂરીમાં અંગ મરોડે, જેમતેમ મુખથી બોલે જી.
મનમાં જાણે સુજ સરીખો, રસિયો નહીં કોઈ રાગી જી;
બહારે તાકી રહી બિલાડી, લેતાં વાર ન લાગે જી.
આજ કાલમાં હું તું કરતાં, જમડા પકડી જાશે જી;
બ્રહ્માનંદ કહે, ચેત અજ્ઞાની, અંતે ફજેતી થાશે જી.
aa tan rang patang sarikho
a tan rang patang sarikho, jatan war na lage jee;
asankhya gaya dhan sampatti meli, tari najrun aage ji
ange tel phulel lagawe,mathe chhogan ghale jee;
joban dhananun jor janawe, chhati kaDhi chale ji
jem undarDe daru pidho, mastano thai Dole jee;
magruriman ang maroDe, jemtem mukhthi bole ji
manman jane suj sarikho, rasiyo nahin koi ragi jee;
bahare taki rahi bilaDi, letan war na lage ji
aj kalman hun tun kartan, jamDa pakDi jashe jee;
brahmanand kahe, chet agyani, ante phajeti thashe ji

સ્રોત
- પુસ્તક : કાવ્યસંચય - ૧ (પૃષ્ઠ ક્રમાંક 215)
- સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1981