ghaweDi bahu ghataki - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઘાવેડી બહુ ઘાતકી

ghaweDi bahu ghataki

જીવણ સાહેબ જીવણ સાહેબ
ઘાવેડી બહુ ઘાતકી
જીવણ સાહેબ

પ્રેમ કટારી આરંપાર‚

નિકસી મેરે નાથ કી‚

ઔર કી હોય તો ઓખદ કીજે‚

હૈ તો હરિ કે હાથ કી...

ચોધારીનો ઘાવ સૂઝે, જો જોયે કોણ જાતકી,

આંખ મીંચી ઉઘાડી જોયું‚ વાર નો લાગી વાત કી… પ્રેમ૦

સઈ ! જોયું મેં શામળા સામું‚ નીરખી કળા નાથ કી‚

વ્રેહને બાણે પ્રીતે વીંધ્યા‚ ઘાવેડી બહુ ઘાતકી… પ્રેમ૦

ઓખદ બૂટી પ્રેમની સોઈ‚ જો પીવે કોઈ પાત કી‚

રાત-દિવસ રંગમાં ખેલે‚ એવી રમતું રઘુનાથ કી… પ્રેમ૦

દાસી ‘જીવણ’ ભીમ પ્રતાપે‚ મટી ગઈ કુળ જાત કી,

ચિતડાં હર્યાં શામળે વા’લે‚ ધરણીધરે ધાત કી… પ્રેમ૦

પ્રેમ કટારી આરંપાર‚

નિકસી મેરે નાથ કી.

સ્રોત

  • પુસ્તક : સત કેરી વાણી (પૃષ્ઠ ક્રમાંક 94)
  • સર્જક : મકરંદ દવે
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ. આવૃત્તિ
  • વર્ષ : 1991