gau chaariine gher aave, vahaalojii - Pad | RekhtaGujarati

ગૌ ચારીને ઘેર આવે, વહાલોજી

gau chaariine gher aave, vahaalojii

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
ગૌ ચારીને ઘેર આવે, વહાલોજી
નરસિંહ મહેતા

ગૌ ચારીને ઘેર આવે, વહાલોજી મારો ગૌ ચારીને ઘેર આવે.

પીંડારા-શું ૫રવરિયા મોહન મધુરી શી મોરલી બજાવે! ગૌ૦

ગળે હાર ગુંજાનો મનોહર, મોર-મુગટ શિર સોહે;

શ્યામ તણી સુંદરતા જોઈ, મુનિજન તણાં મન મોહે. ગૌ૦

હાથ લાકડી, ખાંધ કામળી, ગોવાળાને મન ભાવે;

વનમાં પુષ્પ ભાતભાતનાં, છોગલાં મૂકી મૂકી આવે. ગૌ૦

કુંકુમ કેરા છડા દેવરાવું, મોતીડે ચોક પુરાવું;

નરસૈંયાચા સ્વામી પધાર્યા, મારી શેરીમાં ફૂલડાં વેરાવું. ગૌ૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 72)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994