રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોગરવા ગુરુ મળ્યા રે! એવા સત નિરંજન દેવ જી!
મિષ્ટ વચન ગુરુદેવનાં, તેનો વિરલા જાણે ભેવ!
ગુરુને જાતવર્ણ-આશ્રમ નહિ, ને સહેજપણે અવધૂત જી!
ગુણ સાથે નહિ યોજના, સ્પર્શે નહિ પંચભૂત!... ગરવા૦
અખિલ જગત ગુરુમાં રહે, અને ગુરુ રહે નિરધાર જી!
અન્ય આશ્રિત નહિ ગુરુ વિષે, એ તો રહે પરાને પાર!... ગરવા૦
એ આશ્ચર્ય ગુરુનું ઘણું, જે અરૂપીને અણલિંગ જી!
સ્વભાવે સાક્ષી તે સદા! પ્રતિબિંબ પાંચે રંગ!... ગરવા૦
સામર્થ્યે સઘળે રહે, અને સ્વયં રહે સંત પાસ જી!
ત્યાં મેળાવો ‘અખા’ માહરો, એ તો સ્વયં મળે અવિનાશ!... ગરવા૦
garwa guru malya re! ewa sat niranjan dew jee!
misht wachan gurudewnan, teno wirla jane bhew!
gurune jatwarn ashram nahi, ne sahejapne awadhut jee!
gun sathe nahi yojna, sparshe nahi panchbhut! garwa0
akhil jagat guruman rahe, ane guru rahe nirdhar jee!
anya ashrit nahi guru wishe, e to rahe parane par! garwa0
e ashcharya gurunun ghanun, je arupine anling jee!
swbhawe sakshi te sada! pratibimb panche rang! garwa0
samarthye saghle rahe, ane swayan rahe sant pas jee!
tyan melawo ‘akha’ mahro, e to swayan male awinash! garwa0

સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 12)
- પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય અમદાવાદ
- વર્ષ : 1946