લે જોગેશ્વર લે રે, ગગનમાં ધ્યાન ધરી લે તું.
અબધૂ ઝાડ અનોપમ દેખ્યા, અષ્ટ કમલ દો ડાલી રે,
ઉન ઘર તો એક જોગી બેઠા, ઉન્મુન આસન વાળી રે... લે જોગેશ્વર૦
ગમ કર ગમ કર દેખ ગગન મેં, અનહદ વાજાં વાગે રે,
ઉન ઘર ઝનન ઝાલર બાજે, ધનન નૌબત વાગે રે... લે જોગેશ્વર૦
ઊલટા સુલટા આસન કર લે, બંકનાળના વાસી રે,
સુખમણા કા રાહ ચલાયા, ભરાભર પ્રેમની પ્યાસી રે... લે જોગેશ્વર૦
રહત પુરુષ જોગી બહુરંગી, નજરે લે તું ન્યાળી રે,
દાસી ‘જીવણ’ સત ભીમનાં ચરણાં, તનડામાં લાગી છે તાળી રે... લે જોગેશ્વર૦
le jogeshwar le re, gaganman dhyan dhari le tun
abdhu jhaD anopam dekhya, asht kamal do Dali re,
un ghar to ek jogi betha, unmun aasan wali re le jogeshwar0
gam kar gam kar dekh gagan mein, anhad wajan wage re,
un ghar jhanan jhalar baje, dhanan naubat wage re le jogeshwar0
ulta sulta aasan kar le, banknalna wasi re,
sukhamna ka rah chalaya, bharabhar premni pyasi re le jogeshwar0
raht purush jogi bahurangi, najre le tun nyali re,
dasi ‘jiwan’ sat bhimnan charnan, tanDaman lagi chhe tali re le jogeshwar0

સ્રોત
- પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 143)
- સર્જક : રામજી હીરસાગર
- પ્રકાશક : રામજી હીરસાગર, તિલક પ્લોટ, શેરી નં. 2, કૃષ્ણ સિનેમા પાછળ, રાજકોટ - 360001