ewi mahapad keri wat - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એવી મહાપદ કેરી વાત

ewi mahapad keri wat

ગેમલદાસ ગેમલદાસ
એવી મહાપદ કેરી વાત
ગેમલદાસ

એવી મહાપદ કેરી વાત, સંત કોઈ જાણે રે,

જેને મળિયા સદ્‌ગુરુ, સાર સોહિ પિછાણે રે... એવી૦

દિન ઊગે ભૂલ્યા ભવન, પછી કેમ જડશે રે?

આડી રેન અંધારી રાત, ઘણું રવડશે રે... એવી૦

તન, મન ને ધન ગુરુજીને ધરિયે રે,

એવો અવર દૂજો નહિ કોઈ, ફોગટ ફેરો ફરિયે રે... એવી૦

આવ્યો ભજન કરવાનો દાવ, ભજન કરી તરવું રે,

માટે કરવો સંતનો સંગ, અસત્ય પરહરવું રે...એવી૦

એવા સંતસ્વરૂપી જહાજ, તેમાં કોઈ બેસે રે,

સહેજે તરી ઊતરે ભવપાર, ‘ગેમલ’ એમ કહે છે રે... એવી૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 88)
  • પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 1946
  • આવૃત્તિ : 3