એસી ચતુર બ્રજનાર, પિયા સંગ ખેલે હોરી
Esi Chatur brajnaar, Piya Sang Khele Hori
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
એસી ચતુર બ્રજનાર, પિયા સંગ ખેલે હોરી,
નવરંગ ઊડત ગુલાલ, સુગંધી કેશર ઘોરી;
રાધેસેં પરશત શ્યામ, શ્યામસે રાધે ગોરી. એસી.
ઊડત અબીલગુલાલ, કેશરકી ભરી કટોરી;
રાધે ચલી મુખ મોડ, શ્યામ મેરી બૈયા મરોરી. એસી.
જેસે બને નંદલાલ, તેસી બની રાધે ગોરી;
મીરાંબાઈ બલ જાય, અવિચલ રહો યે જોરી. એસી.
સ્રોત
- પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 3)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
- વર્ષ : 2011
