એક બ્રહ્મને મૂકી દઈને ભ્રમ કાં ભજિયે બેના
ek brahm ne muki daine bhram kaa bhajiye bena
નર્મદ
Narmad
એક બ્રહ્મને મૂકી દઈને ભ્રમ કાં ભજિયે બેના
ek brahm ne muki daine bhram kaa bhajiye bena
નર્મદ
Narmad
નર્મદ
Narmad
એક બ્રહ્મને મૂકી દઈને ભ્રમ કાં ભજિયે બેના;
બ્રહ્મ ધામના રંગ જ ન્યારા પાપ અરણ્યે શેના. ટેક.
સગાં સંબંધી સ્નેહી સાથે, ફોકટ કટકટ કરવી;
કાળ ધસારે મારે તારે, નાકલિસોટી ભરવી હો. એક બ્ર...
કામ ક્રોધ ને બીજા અવગુણ, તે કચરામાં ચર;
અંદરથી તે કચરી નાખે, તારે શું રહ્યું તરવું હો. એક બ્ર...
પાખંડી મત વિવિધ અહીં સહુ, ખટપટ ખટકે ખારી;
ધાતુ માટિને માનવ મૂર્તિ, હરઘડી દમતાં ભારી હો. એક બ્ર...
ભુવનપતી છે અચિંત્ય રૂપો, ઝગઝગ જ્યોતિ સારી;
બ્રહ્મનામને નીતીના જય, બહુ બહુ પાપનિવારી હો. એક બ્ર...
સ્રોત
- પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 181)
- સંપાદક : રમેશ મ. શુક્લ
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
- વર્ષ : 2015
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ
