dukhe dubalaa - Pad | RekhtaGujarati

દુઃખે દુબળાં

dukhe dubalaa

શાંતિદાસ શાંતિદાસ
દુઃખે દુબળાં
શાંતિદાસ

ક્યારે મળશે કાન, જોશીડા, જોશ જુઓની.

સાત સોપારી ને પાનનું બીડું, જાઉં રે જોશીડાને ધામ. જોશીડા...

દુઃખે તારે અમે દૂબળાં રે, જાણે પાકું પાન. જોશીડા...

દુઃખડું તો રે ડુંગર થઈ બેઠું, સુખડું સ્વર્ગ સમાન. જોશીડા...

શાંતિદાસનો સ્વામી રસિક શિરોમણિ, ઘેરી રહ્યો સારું ગામ. જોશીડા...

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941