
દિલમાં દીવો કરો રે,
દિલમાં દીવો કરો.
કૂડા કામ ક્રોધને પરહરો રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં0
દયા-દિવેલ પ્રેમ-પરણાયું લાવો,
માંહી સુરતાની દિવેટ બનાવો;
મહીં બ્રહ્મ અગ્નિ ચેતાવો રે,
દિલમાં દિવો કરો રે. દિલમાં0
સાચા દિલનો દીવો જ્યારે થાશે,
ત્યારે અંધારું સૌ મટી જાશે;
પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે,
દિલમાં દીવો કરો રે, દિલમાં0
દીવો અણભે પ્રગટે એવો,
તનનાં ટાળે તિમિર જેવો;
એને નયણે તો નરખીને લેવો રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં0
દાસ રણછોડે ઘર સંભાળ્યું,
જડી કૂંચી ને ઊઘડ્યું તાળું;
થયું ભોમંડળમાં અજવાળું રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં0
dilman diwo karo re,
dilman diwo karo
kuDa kaam krodhne parahro re,
dilman diwo karo re dilman0
daya diwel prem parnayun lawo,
manhi surtani diwet banawo;
mahin brahm agni chetawo re,
dilman diwo karo re dilman0
sacha dilno diwo jyare thashe,
tyare andharun sau mati jashe;
pachhi brahmalok to olkhashe re,
dilman diwo karo re, dilman0
diwo anbhe pragte ewo,
tannan tale timir jewo;
ene nayne to narkhine lewo re,
dilman diwo karo re dilman0
das ranchhoDe ghar sambhalyun,
jaDi kunchi ne ughaDyun talun;
thayun bhomanDalman ajwalun re,
dilman diwo karo re dilman0
dilman diwo karo re,
dilman diwo karo
kuDa kaam krodhne parahro re,
dilman diwo karo re dilman0
daya diwel prem parnayun lawo,
manhi surtani diwet banawo;
mahin brahm agni chetawo re,
dilman diwo karo re dilman0
sacha dilno diwo jyare thashe,
tyare andharun sau mati jashe;
pachhi brahmalok to olkhashe re,
dilman diwo karo re, dilman0
diwo anbhe pragte ewo,
tannan tale timir jewo;
ene nayne to narkhine lewo re,
dilman diwo karo re dilman0
das ranchhoDe ghar sambhalyun,
jaDi kunchi ne ughaDyun talun;
thayun bhomanDalman ajwalun re,
dilman diwo karo re dilman0



સ્રોત
- પુસ્તક : મધ્યયુગીન ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 249)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, બળવંત જાની, ચિનુ મોદી
- પ્રકાશક : સાહિત્ય અકાદમી, દિલ્હી
- વર્ષ : 1998