(રાગ કેદારો)
ધ્યાન ધર હરિ તણું, અલ્પમતિ આળસુ! જેણે કરી જન્મનાં દુઃખ જાયે;
અવર ધંધો કર્યે અરથ કંઈ નવસરે, માયા દેખાડીને મૃત્યુવહાયે. ધ્યા૦ ૧
સકળ કલ્યાણ શ્રીકૃષ્ણનાં ચરણમાં, શરણ આવ્યે સુખ-પાર ન્હોયે;
અવર વેપાર તું મેલ મિથ્યા કરી, કૃષ્ણનું નામ તું રાખ મોંએ. ધ્યા૦ ર
પટક માયા પરી, અટક ચરણે-હરિ, વટક મા વાત સુણતાં જ સાચી;
આશનું ભવન આકાશ સુધી વિસ્તર્યું, મૂઢ! જો મૂળમાં ભીંત કાચી. ધ્યા૦ ૩
અંગ-જોબન ગયું, પલિત પીંજર થયું, તોયે લહેતો નથી કૃષ્ણ-કહેવું;
ચેત રે ચેત, દિન ચાર છે દાવના, લીંબુ લહેકાવતાં રાજ લેવું. ધ્યા૦ ૪
સરસગુણ હરિ તણા, જે નરે અનુસર્યા, તે તણા સુજશ તો જગત બોલે;
નરસૈયા રંકને પ્રીતપ્રભુ-શું ખરી, અવર વેપાર નહિ કૃષ્ણ તોલે. ધ્યા૦ પ
(rag kedaro)
dhyan dhar hari tanun, alpamati alasu! jene kari janmnan dukha jaye;
awar dhandho karye arath kani nawasre, maya dekhaDine mrityuwhaye dhya0 1
sakal kalyan shrikrishnnan charanman, sharan aawye sukh par nhoye;
awar wepar tun mel mithya kari, krishnanun nam tun rakh mone dhya0 ra
patak maya pari, atak charne hari, watak ma wat suntan ja sachi;
ashanun bhawan akash sudhi wistaryun, mooDh! jo mulman bheent kachi dhya0 3
ang joban gayun, palit pinjar thayun, toye laheto nathi krishn kahewun;
chet re chet, din chaar chhe dawana, limbu lahekawtan raj lewun dhya0 4
sarasgun hari tana, je nare anusarya, te tana sujash to jagat bole;
narasaiya rankne pritaprabhu shun khari, awar wepar nahi krishn tole dhya0 pa

સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 91)
- સંપાદક : શીવલાલ જેસલપુરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1997