પેલા પેલા પવન ફરકશે, નદીએ નહીં હોય નીર,
ઓતર થકી રે સાયબો આવશે, મુખ્ય મોહન વીર.
દેવાયત પંડિત દહાડા દાખવે, સુણ લે દેવળદે નાર,
આપણા ગુરુએ સત્ય ભાખિયું, જૂઠડાં નહિ રે લગાર,
લખ્યા ને ભાખ્યા રે સોય દિન આવશે.
ધરતી માથે હેમર હાલશે, સૂના નગર મોજાર,
લક્ષ્મી લુંટાશે લોકો તણી, તેની કાંઈ રાડ ને બૂમ... દેવાયત૦
પોરો રે આવ્યો સંતો પાપનો, ધરતી માગે રે ભોગ,
કેટલાક ખડગે સંહારશે, કેટલાક મરશે રોગ... દેવાયત૦
ખોટાં પુસ્તકો ખોટાં પાનિયાં, ખોટાં કાજીનાં કુરાન,
અસલજાદી ચૂડો પહેરશે, એ છે આગમનાં એંધાણ... દેવાયત૦
જતિ, સતી ને સાબરમતી, ત્યાં હશે શૂરાના સંગ્રામ,
કાયમ કાલિંગાને મારશે, ને નકલંક ધરશે નામ... દેવાયત૦
કાંકરિયા તળાવે તંબૂ તાણશે, સો સો ગામોની સીમ,
રૂડી રે રળિયામણી, ભેળા અરજણ ને ભીમ... દેવાયત૦
પશ્ચિમ દિશાથી સાયબો આવશે, આવે મારો જુગનો જીવન,
કળિયુગ ઉથાપી સતયુગ થાપશે, તે બોલ્યા ‘દેવાયત પંડિત’ રે... દેવાયત૦
pela pela pawan pharakshe, nadiye nahin hoy neer,
otar thaki re sayabo awshe, mukhya mohan weer
dewayat panDit dahaDa dakhwe, sun le dewalde nar,
apna gurue satya bhakhiyun, juthDan nahi re lagar,
lakhya ne bhakhya re soy din awshe
dharti mathe hemar halshe, suna nagar mojar,
lakshmi luntashe loko tani, teni kani raD ne boom dewayat0
poro re aawyo santo papno, dharti mage re bhog,
ketlak khaDge sanharshe, ketlak marshe rog dewayat0
khotan pustako khotan paniyan, khotan kajinan kuran,
asaljadi chuDo pahershe, e chhe agamnan endhan dewayat0
jati, sati ne sabaramti, tyan hashe shurana sangram,
kayam kalingane marshe, ne naklank dharshe nam dewayat0
kankariya talawe tambu tanshe, so so gamoni seem,
ruDi re raliyamni, bhela arjan ne bheem dewayat0
pashchim dishathi sayabo awshe, aawe maro jugno jiwan,
kaliyug uthapi satyug thapshe, te bolya ‘dewayat panDit’ re dewayat0

સ્રોત
- પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 28)
- પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર
- વર્ષ : 1925
- આવૃત્તિ : બીજી આવૃત્તિ