dekhyaa dil diidaaraa - Pad | RekhtaGujarati

દેખ્યા દિલ દીદારા,

dekhyaa dil diidaaraa

મોરાર સાહેબ મોરાર સાહેબ
દેખ્યા દિલ દીદારા,
મોરાર સાહેબ

દેખ્યા દિલ દીદારા, મેરે સતગુરુ કા અણસારા,

પ્યારા દેખ્યા દિલ દીદારા.

અધર તખ્ત પર આપ બિરાજે, કરણીગર કિરતારા,

અટળ અભંગી દેવ ત્રિભંગી, સકળ રૂપ સંસારા... પ્યારા દેખ્યા૦

ઘનન ઘનન ઘન ઘંટ બાજે, ઝાલરના ઝણકારા,

મોર બોલે માંહી મોરલી વાગે, તંત મિલા એકતારા... પ્યારા દેખ્યા૦

નિરખ્યા નૈણે પરખ્યા પૂરા, સુરતે મૂરત સારા,

વરસે મેતો ઝલકે જ્યોતિ, અખંડ અમૃતધારા... પ્યારા દેખ્યા૦

અગમ ખેલ અનહદ કી આગે, રમતા હૈ રણકારા,

પાંચ સાહેલી પિયુ કી પાસે, નૃત્ય કરે નિરધારા... પ્યારા દેખ્યા૦

ગુરુ પ્રતાપે સો ઘર પાયા, ભક્તિ મુક્તિ ભંડારા,

રજ્જ ‘મોરાર’ રવિ કે ચરણે, અલપ મેં નહીં અવતારા... પ્યારા દેખ્યા૦

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 124)
  • સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : છઠ્ઠી આવૃત્તિ