dekhanda koi aa dil manya - Pad | RekhtaGujarati

દેખંદા કોઈ આ દિલ માંય

dekhanda koi aa dil manya

જીવણ સાહેબ જીવણ સાહેબ
દેખંદા કોઈ આ દિલ માંય
જીવણ સાહેબ

દેખંદા કોઈ દિલ માંય, ઝણણણ ઝણણણ ઝણ ઝાલર વાગે.

બોલે બોલાવે સબ ઘટ બોલે, સબ ઘટમાં તો રહ્યો સમાય,

જિયાં જેવો તિયાં તેવો, થીર કરી થાણા દિયા ઠેરાય... ઝણણણ૦

નવે દરવાજા નવી રમત કા, દશમે મોહોલે દેખાય,

ઓઇ મેહેલમાં મેરમ બોલે, આપું ત્યાગે ઘર જાય... ઝણણણ૦

તાંત તાંત વિણ તૂંબે, વિના મુખે મોરલી રે બજાય,

વિના દાંડિયે નોબત વાગે, ઐસા હૈ કોઈ વા ઘર જાય... ઝણણણ૦

ઓઈ દૂકાને દડદડ વાગે, કર વિણ વાજાં અહોનિશ વાય,

વિના અરીસે આપા સૂઝે, વિના દીપકે જ્યોત જલાય... ઝણણણ૦

જાપ અજંપા સો ઘર નાંય, ચંદ સૂર ત્યાં પોંચત નાંય,

સૂસમ ટેકથી સો ઘર જાય, આપ આપને દિયે ઓળખાય... ઝણણણ૦

અખર અજીતા અરજ સુણજો, અરજ સુણજો એક અવાજ,

દાસી ‘જીવણ’ ભીમને ચરણે, મજરો માનો ગરીબ નિવાજ... ઝણણણ૦

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 148)
  • સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • પ્રકાશક : સદ્‌ગુરુ વિશ્રામસાહેબની જગ્યા, મુ. કોટડા સાંગાણી, જિ. રાજકોટ
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : 6