દેખ દીવાના દિલ મેં બંદા
dekh diivaanaa dil men bandaa
માધવ સાહેબ
Madhav Saheb

દેખ દીવાના દિલ મેં બંદા,
પઢ કલમા પલપલ મેં જી.
આદમ કી એલાદ ચલાઈ, જુગતી રચાઈ જલ મેં જી,
સોઈ સાહેબ કી કર લે બંદગી, આ દિલ રખો અદલ મેં... બંદા૦
ઉદર રહ્યો જબ અપની માય કે, દોજખ જૈસે મલ મેં જી,
કોલ કરાર કિયા હૈ કિસ બિધ, અબ સોઈ કરો અમલ મેં... બંદા૦
હજ કર લે હરદા કી ભીતર, મક્કા મદીના મન મેં જી,
મરમ વિના મૂરખ ભટકત હૈ, જ્યું મિરગા જંગલ મેં... બંદા૦
'માધવ' કહે મહેબૂબ હંમેશાં, થિર રિયા સબ સ્થલ મેં જી,
હૈ મુરશીદ વિશરામ હમારા, જ્યોતિ ઝલહલ મેં... બંદા૦



સ્રોત
- પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 214)
- સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
- વર્ષ : 1994
- આવૃત્તિ : છઠ્ઠી આવૃત્તિ