ચિદાનંદના ધ્યાન વિના ક્યમ
chidanand na dhyan vina kyam
નર્મદ
Narmad
નર્મદ
Narmad
ચિદાનંદના ધ્યાન વિના ક્યમ આનંદી થવું બોજે;
સત્ય પ્રેમરસ જો ન પિઊં તો રોજ રિબાઉં સોજે. ટેક.
ગઈ રાતની ઘણી ઝંખના તેથી ઊઠી વ્હેલો;
ખટપટ ખટલાતણો ખાટલો, શિરલઈ ભમું હૂં ઘેલો હો. ચિ...
સાઠ ઘડીમાં અડધિ ઘડી પણ, ઠરી ઠામ ન હૂં બેસૂં;
સ્વાર્થે સાધવા મારૂં ઉછાળા, કહું પરમારથ તે શું હો. ચિ...
આ ખરૂં કે તે ખરૂં કહી, વ્હેમી કંઈ ના ઝાલૂં;
અતો ભ્રષ્ટ ને તતો ભ્રષ્ટ થઈ; મ્હસ કીચલમાં મ્હાલૂં હો. ચિ...
બ્રહ્મનીતિનો માર્ગ સુધો તે, જોઊં નહીં હૂં અંધો;
ક્ષમા કરી અજ મૂક રાહ પર, નર્મદ જીવડો ખંધો હો. ચિ...
સ્રોત
- પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 181)
- સંપાદક : રમેશ મ. શુક્લ
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
- વર્ષ : 2015
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ
