Chhanye re dukhiya - Pad | RekhtaGujarati

છયેં રે દુ:ખિયાં

Chhanye re dukhiya

મીરાંબાઈ મીરાંબાઈ
છયેં રે દુ:ખિયાં
મીરાંબાઈ

છયેં રે દુઃખિયાં, અમે નથી સુખિયાં

મોરી દાઝલ દેયુંનાં અમે છયેં દુઃખિયાં.

વા ને વંટોળે અમે રે આવી ભરાણાં વા’લા !

સામા કાંઠાનાં અમે છયેં પંખિયાં. મોરી૦

છીછરા જળમાં અમે રે જીવી શકીએ વા’લા !

ઊંડાં રે જળનાં અમે છયેં મછિયાં. મોરી૦

પરદેશી સાથે અમને પ્રીત બંધાણી વા’લા !

નિરખી નિરખીને મોરી ફૂટી અંખિયાં. મોરી૦

‘બાઈ મીરાં’ કે'છે પ્રભુ ગિરધરના ગુણ વા’લા !

ચરણુંમાં રાખો તો અમે થાયેં સુખિયાં. - મોરી૦

મોરી દાઝલ દેયુંનાં અમે છયેં દુઃખિયાં.

સ્રોત

  • પુસ્તક : સોરઠી સંતવાણી (પૃષ્ઠ ક્રમાંક 151)
  • સંપાદક : ઝવેરચંદ મેઘાણી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2011