ચેતે તો ચેતાવું તને રે, પામર પ્રાણી? (ટેક)
સજી ઘરબાર સારું, મિથ્યા કહે મારું મારું;
તેમાં નથી કાંઈ તારું રે, પામર પ્રાણી! ચેતે તો0
તારે હાથે વપરાશે, તેટલું જ તારું થાશે;
બીજું તો બીજાને જાશે રે, પામર પ્રાણી! ચેતે તો0
માખીઓએ મધ કીધું, ન ખાધું ન ખાવા દીધું;
લૂંટનારે લૂંટી લીધું રે, પામર પ્રાણી! ચેતે તો0
ખંખેરીને હાથ ખાલી, ઓચિંતાનું જાવું ચાલી;
કરી માથાકૂટ ઠાલી રે, પામર પ્રાણી! ચેતે તો0
શાહુકારીમાં સવાયો, લખોપતિ તું લેખાયો;
કહે સાચું શુ કમાયો રે? પામર પ્રાણી! ચેતે તો0
આવે તારે સાથે એવો, કમાયો તું માલ કેવો?
અવેજ તપાસ તેવો રે, પામર પ્રાણી! ચેતે તો0
દેવે નરતન દીધી, તેં તો ન કિંમત કીધી;
મણિ સાટે મેશ લીધી રે, પામર પ્રાણી! ચેતે તો0
ખોળામાંથી ધન ખોયું, ધૂળથી કપાળ ધોયું;
જાણપણ તારું જોયું રે, પામર પ્રાણી! ચેતે તો0
હજી હાથમાં છે બાજી, કર તું પ્રભુને રાજી;
તારી મૂડી કર તાજી રે, પામર પ્રાણી! ચેતે તો0
હાથમાંથી બાજી જાશે, પછીથી પસ્તાવો થાશે;
કશું ન કરી શકાશે રે, પામર પ્રાણી! ચેતે તો0
મનનો વિચાર તારો, મનમાં રહી જનારો;
વળતી ન આવે વારો રે, પામર પ્રાણી! ચેતે તો0
નીસર્યો શરીર થકી, પછી તું માલેક નથી;
દલપતે કીધું કથી રે, પામર પ્રાણી! ચેતે તો0
chete to chetawun tane re, pamar prani? (tek)
saji gharbar sarun, mithya kahe marun marun;
teman nathi kani tarun re, pamar prani! chete to0
tare hathe waprashe, tetalun ja tarun thashe;
bijun to bijane jashe re, pamar prani! chete to0
makhioe madh kidhun, na khadhun na khawa didhun;
luntnare lunti lidhun re, pamar prani! chete to0
khankherine hath khali, ochintanun jawun chali;
kari mathakut thali re, pamar prani! chete to0
shahukariman sawayo, lakhopati tun lekhayo;
kahe sachun shu kamayo re? pamar prani! chete to0
awe tare sathe ewo, kamayo tun mal kewo?
awej tapas tewo re, pamar prani! chete to0
dewe nartan didhi, ten to na kinmat kidhi;
mani sate mesh lidhi re, pamar prani! chete to0
kholamanthi dhan khoyun, dhulthi kapal dhoyun;
janpan tarun joyun re, pamar prani! chete to0
haji hathman chhe baji, kar tun prabhune raji;
tari muDi kar taji re, pamar prani! chete to0
hathmanthi baji jashe, pachhithi pastawo thashe;
kashun na kari shakashe re, pamar prani! chete to0
manno wichar taro, manman rahi janaro;
walti na aawe waro re, pamar prani! chete to0
nisaryo sharir thaki, pachhi tun malek nathi;
dalapte kidhun kathi re, pamar prani! chete to0

સ્રોત
- પુસ્તક : આપણી કવિતાનો અમર વારસો (પૃષ્ઠ ક્રમાંક 44)
- પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
- વર્ષ : 1964