chand, gayand, bhoyang, kurang, sindha aeke vaas vasantaa re - Pad | RekhtaGujarati

ચંદ, ગયંદ, ભોયંગ, કુરંગ, સિંધા એકે વાસ વસંતા રે

chand, gayand, bhoyang, kurang, sindha aeke vaas vasantaa re

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
ચંદ, ગયંદ, ભોયંગ, કુરંગ, સિંધા એકે વાસ વસંતા રે
નરસિંહ મહેતા

ચંદ, ગયંદ, ભોયંગ, કુરંગ, સિંધા એકે વાસ વસંતા રે;

નારીએ જીત્યા પંચ બળવંતા, દૂર ગયા લાજી મરંતા રે. ચં૦

ચાંદલો ગગન ગયો, ભોયંગ પાતાળ રહ્યો, સિંહ-મૃગ-ગજ વન નાઠા રે;

અબળા ઉ૫ર પંચ બહારવટે પંચ પંચાયણ ગાઠા રે. ચં૦

ગજ ગતિ-ચાલ, વેણ વાસંગ-નાગ, જીત્યા કેસરી લંકા રે;

તાસી જીત્યા નયણ કુંરગા, જીત્યા વદન મયંકા રે. ચં૦

એટલાનાં માન હર્યાં? રે માનિની, હરિ-મન હરવા ચાલી રે;

નરસૈંયાચો સ્વામી સબળ સારંગધર, બળવંતે બાંહોડી ઝાલી રે. ચં૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 86)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994