Chalne sakhi maro shyan dekhadu - Pad | RekhtaGujarati

ચાલને સખી મારો શ્યામ દેખાડું

Chalne sakhi maro shyan dekhadu

મીરાંબાઈ મીરાંબાઈ
ચાલને સખી મારો શ્યામ દેખાડું
મીરાંબાઈ

ચાલને સખી મારો શ્યામ દેખાડું, વૃંદાવનમાં ફરતો રે.

નખશિખ સુધી હીરા ને મોતી, નવ નવા શણગાર ધરતો રે. - ચાલ૦

પાંપણ પાધ કલંકી તોરો, શિર રપર મુકુટ ધરતો રે. - ચાલ૦

ધેન ચરાવે ને બેનૂ બજાવે, મન મારાને હરતો રે. ચાલુ૦

રૂપને સંભારું કે ગુણને સંભારું, જીવ રણછોડમાં ભમતો રે. - ચાલ૦

‘મીરાં’ કહે પ્રભુગિરિધર નાગર, શામળિયો કુબજાને વરતો રે. - ચાલ

સ્રોત

  • પુસ્તક : બૃહત્ કાવ્યદોહન ભાગ ૨ (પૃષ્ઠ ક્રમાંક 859)
  • સંપાદક : ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
  • પ્રકાશક : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ
  • વર્ષ : 1887