Chalne sakhi mahi vechva jaie - Pad | RekhtaGujarati

ચાલને સખી મહી વેચવા જૈયે

Chalne sakhi mahi vechva jaie

મીરાંબાઈ મીરાંબાઈ
ચાલને સખી મહી વેચવા જૈયે
મીરાંબાઈ

ચાલને સખી મહી વેચવા જૈયે, જ્યાં સુંદીર વર રમતો રે.

પ્રેમ તણાં પકવાન લઈ સાથે, જોઈયે રસિકવર જમતો રે. ચાલ૦

મોહનજી તો હવે મોંઘો થયો છે, ગોપીને નથી દમતો રે. ચાલ૦

‘મીરાં’ કહે પ્રભુ ગિરિધર નાગર, રણછોડ કુબજાને ગમતો રે. ચાલ૦

સ્રોત

  • પુસ્તક : બૃહત્ કાવ્યદોહન ભાગ ૨ (પૃષ્ઠ ક્રમાંક 858)
  • સંપાદક : ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
  • પ્રકાશક : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ
  • વર્ષ : 1887