bhiitar lekh banaayaa, gurujii - Pad | RekhtaGujarati

ભીતર લેખ બનાયા, ગુરુજી

bhiitar lekh banaayaa, gurujii

લખમાજી માળી લખમાજી માળી
ભીતર લેખ બનાયા, ગુરુજી
લખમાજી માળી

ભીતર લેખ બનાયા, ગુરુજી!

મેં તે ભીતર ભેખ બનાયા રે જી

સાત પાંચ નવ રમત રમિયા,

સદ્‌ગુરુ ચરણે આયા રે જી... ભીતર૦

સહેજે ટોપી શીલ લંગોટી, સુખમના ચેલા બનાયા જી,

સુખમન સહેજે સદાય ભરપૂર, ઈસ બિધ જોગ ઉપાયા રે જી... ભીતર૦

ગુરુગમ ગેરુ, મન મસાલા, કરણીના કપડા રંગાયા રે....જી,

અલખ અજોતી આસને બેઠા, ઈસ બિધ જોગ જમાયા રે જી... ભીતર૦

ધીરજ ધૂણી પાતર પાવડી, ધંધા ધ્યાન લગાયા રે જી,

નુરત સુરત દો સાહેબજાદી, સહેજે ભિક્ષા લાયા જી... ભીતર૦

તંત તાંજલા દશારી ઝોળી, સંત શબ્દ પરખાયા જી,

જ્ઞાન ગરીબી ગહેરી છાંયા, વહાં બેઠા ફળ ખાયા જી... ભીતર૦

સત્ગુરુદેવ ત્રિલોકા રીઝે, નિરંજન હૈ રાયા જી,

'લખમો માળી' મુગતરા મારગ, ગુરુ ચલણે ચીલાયા જી... ભીતર૦

સ્રોત

  • પુસ્તક : સંતસુધા-૧ (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સંપાદક : જોરાવરસિંહ જાદવ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 1989