વીરા પાતર પરખ્યા વિના સંગડો ન કરીએ
viiraa paatar parakhyaa vinaa sangado na kariiye


હે વીરા! પાત્ર પરખ્યા વિના સંગ નવ કીજીએ જી,
ઓલ્યા અજ્ઞાની ઉપાધિ કરશે જી.
હે વીરા! હિમનો ઠરેલ એક ઊંદર હતો જી,
તેને હંસલે પાંખુંમાં લીધો,
હે વીરા! સસિયર થયો ત્યારે પાંખું શણગારી,
પાંખું પાડીને અળગો થયો... હે વીરા૦
હે વીરા! સજીવન મંત્ર એક વિપ્ર રે ભણ્યો,
તેણે મૂવેલો વાઘ જીવાડ્યો ,
હે વીરા! ઈ વાઘે ઓલા વિપ્રને માર્યો,
પડકારીને પેલે થાપે... હે વીરા૦
હે વીરા! દૂધ સાકર લઈને વસિયલને સેવ્યો,
તનમનથી વિખ નવ છાંડ્યો,
હે વીરા! અજ્ઞાની જીવને જ્ઞાન નવ આવે જી,
ભલે વાંચીને વેદ સંભળાવે... હે વીરા૦
હે વીરા! ભવના ભૂલ્યા રે નર હીંડે ભટકતા જી,
એના લેખ લખ્યા છે અવળા,
હે વીરા! દેવલ ચરણે 'દેવાયત પંડિત' બોલ્યા,
ઈ તો સમજ્યા તે નર સવાયા... હે વીરા૦
he wira! patr parakhya wina sang naw kijiye ji,
olya agyani upadhi karshe ji
he wira! himno tharel ek undar hato ji,
tene hansle pankhunman lidho,
he wira! sasiyar thayo tyare pankhun shangari,
pankhun paDine algo thayo he wira0
he wira! sajiwan mantr ek wipr re bhanyo,
tene muwelo wagh jiwaDyo ,
he wira! i waghe ola wiprne maryo,
paDkarine pele thape he wira0
he wira! doodh sakar laine wasiyalne sewyo,
tanamanthi wikh naw chhanDyo,
he wira! agyani jiwne gyan naw aawe ji,
bhale wanchine wed sambhlawe he wira0
he wira! bhawna bhulya re nar hinDe bhatakta ji,
ena lekh lakhya chhe awla,
he wira! dewal charne dewayat panDit bolya,
i to samajya te nar sawaya he wira0
he wira! patr parakhya wina sang naw kijiye ji,
olya agyani upadhi karshe ji
he wira! himno tharel ek undar hato ji,
tene hansle pankhunman lidho,
he wira! sasiyar thayo tyare pankhun shangari,
pankhun paDine algo thayo he wira0
he wira! sajiwan mantr ek wipr re bhanyo,
tene muwelo wagh jiwaDyo ,
he wira! i waghe ola wiprne maryo,
paDkarine pele thape he wira0
he wira! doodh sakar laine wasiyalne sewyo,
tanamanthi wikh naw chhanDyo,
he wira! agyani jiwne gyan naw aawe ji,
bhale wanchine wed sambhlawe he wira0
he wira! bhawna bhulya re nar hinDe bhatakta ji,
ena lekh lakhya chhe awla,
he wira! dewal charne dewayat panDit bolya,
i to samajya te nar sawaya he wira0



સ્રોત
- પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 31)
- પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર
- વર્ષ : 1925
- આવૃત્તિ : બીજી આવૃત્તિ