સન્મુખ ડેરા રે
sanmukh dera re
ત્રિકમસાહેબ
Trikamsaheb

સન્મુખ ડેરા રે, સાહેબ મેરા… સન્મુખ૦
હૈ તુજ માંહી સૂઝત નાંહી, ગુરુ બિન ઘોર અંધેરા, અંધેરા, અંઘેરા.
આ સંસારિયો સપને કી બાજી, તામેં ચેત સવેરા, સવેરા, સવેરા.
આવાગમન કા ફેરા ટળિયા, પલમાં હુવા નિવેરા, નિવેરા, નિવેરા.
‘ત્રિકમદાસ’ સત્ત ખીમ કા ચરનાં, તોડ્યા જમ કા જંજીરા, જંજીરા, જંજીરા.



સ્રોત
- પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 140)
- સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
- વર્ષ : 1994
- આવૃત્તિ : છઠ્ઠી