praniya! bhaji leni kirtar, aa to swapnun chhe sansar (tek ) - Pad | RekhtaGujarati

પ્રાણિયા! ભજી લેની કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર. (ટેક.)

praniya! bhaji leni kirtar, aa to swapnun chhe sansar (tek )

ભોજો ભગત ભોજો ભગત
પ્રાણિયા! ભજી લેની કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર. (ટેક.)
ભોજો ભગત

પ્રાણિયા! ભજી લેની કિરતાર, તો સ્વપ્નું છે સંસાર. (ટેક.)

ધન દોલત ને માલ-ખજાના, પુત્ર અને પરિવાર,

તે તો તજીને તું જઈશ એકલો, ખાઈશ જમનો માર રે. પ્રાણિયા૦

ઊચી મેડી ને અજબ ઝરુખા, ગોખ તણો નહિ પાર;

કોટિધ્વજ ને લક્ષપતિ એનાં બાંધ્યાં રહ્યાં ઘરબાર રે. પ્રાણિયા૦

ઉપર ફરેરાં ફરફરે ને, હેઠે શ્રીફળ ચાર;

ઠીક કરીને ઠાઠડીમાં ઘાલ્યો, પછે વાંસે પડે પોકાર રે. પ્રાણિયાન

સેજ-તળાયું વિના સૂતો નહિ, ને કરતો હુન્નર હજાર;

ખોરી ખોરીને ખૂબ જલાયો, જેમ લોઢું ગાળે લુહાર રે. પ્રાણિયા૦

સ્મશાન જઈને ચેહ ખડકી ને માથે છે કાષ્ટનો ભાર;

અગ્નિ મેલીને ઊભાં રહ્યાં, અને નિશ્રય ઝરે અંગાર રે. પ્રાણિયા૦

સ્નાન કરીને ચાલી નીકળ્યાં, નર ને વળી નાર;

ભોજો ભગત કે' દશ દી રોઈને, પછે મેલ્યો વિસાર રે. પ્રાણિયા૦

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - ૧ (પૃષ્ઠ ક્રમાંક 209)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981