maan shikhaaman maahrii re - Pad | RekhtaGujarati

માન શિખામણ માહરી રે

maan shikhaaman maahrii re

નબીમિયાં નબીમિયાં
માન શિખામણ માહરી રે
નબીમિયાં

માન શિખામણ માહરી રે, તો છે માન્યા સરખી,

તે માટે હું કહું છું રે, દીદાર દિલે લો નીરખી, રે જી.

શા માટે તું કરે વાયદો, મનખા દેહી છે સાર,

અવસર તારો એળે જાશે, નહીં આવે તારો પાર,

ફેરો ફરીને મરશો રે, ચોરાશી’ની ચડે ચરખી... માન૦

અવસ્થા તારી ઇદર જેવી, નિત નિત ધરે શરીર,

તે માટે રાખો નિવૃત્તિ, સેવાને સતગુરુ પીર,

ઉપદેશ લેજો રે, સતગુરુનો હૈયે હરખી... માન૦

આદે અંતે એક જોયા, પૂરણ પુરુષ અખંડ,

દાસ ‘નબી’એ પરગટ નીરખ્યા, ભૂલી સુધિયા પડ,

અગમ ઘર લીધું રે, ગુરુગમથી પરખી... માન૦

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય : ડિસેમ્બર, ૧૯૨૨ (પૃષ્ઠ ક્રમાંક 774)
  • સંપાદક : મટુભાઈ કાંટાવાળા