ek nishi shashi ati ujash, prauDh sharad ritu parkash; - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક નિશિ શશિ અતિ ઉજાશ, પ્રૌઢ શરદ ઋતુ પ્રકાશ;

ek nishi shashi ati ujash, prauDh sharad ritu parkash;

બ્રહ્માનંદ બ્રહ્માનંદ
એક નિશિ શશિ અતિ ઉજાશ, પ્રૌઢ શરદ ઋતુ પ્રકાશ;
બ્રહ્માનંદ

એક નિશિ શશિ અતિ ઉજાશ, પ્રૌઢ શરદ ઋતુ પ્રકાશ;

રમન રાસ જગ નિવાસ, ચિત વિલાસ કીને.

મુરલી ધુન અતિ રસાલ, ગેહરે સુર કર ગોપાલ;

તાન માન સુભગ તાલ, મન મરાલ લીને.

બ્રહ્મનિર સુન ભર ઉઠાવ, બનઠત તન અતિ બનાવ;

ચિતવત ગત નૃત ઉઠાવ, હાવ ભાવ સાચે;

હરિહર, આજ હેર હેર, વિકસત સૂર બેર બેર,

ફરગટ ઘટ ફેર ફેર, નટવર નાચે.

ઠેં ઠે બન ત્રંબક ઠોર, ચેંચેં શરનાઈ સોર,

ધેં ધેં બજ પ્રણવ ઘોર, ધેં ધે બોલે.

ઝૂડ ઝુક ઝુક બજન ઝુંઝ ; ટુક ટુક મંજીર રંજ,

ડુક ડુક ઉપંગ અંગ, અતિ ઉમંગ ડોલે.

દ્રગડદાં દ્રગડદાં પખાજ, થ્રગડદા થૈ થૈ સમાજ;

કડકડદા કડકડદા દુકડ ત્રુકડ, ધન થટ રાચે;

હરિહર અજ હેર હેર, ભકસત સુર બેર બેર,

ફૂરગટ ઘટ ફેર ફેર, નટવર નાચે.

(‘રાસાષ્ટક’-છંદ ચર્ચરી-માંથી)

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - ૧ (પૃષ્ઠ ક્રમાંક 216)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981